

નવી દિલ્હી. દેશને બે નવા ચૂંટણી કમિશનર મળી ગયાં છે. જ્ઞાનેશ કુમાર અને સુખવીર સિંહ સંધુ નવા ચૂંટણી કમિશનર હશે. પસંદગી સમિતિએ તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પસંદગી પ્રક્રિયા અંગે અસહમતિ વ્યક્ત કરી છે. આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનરોની પસંદગી માટે રચાયેલી સમિતિની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે લોકસભામાં વિપક્ષના નેતાઓ પણ પસંદગી સમિતિમાં સામેલ છે. હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી નીચલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા છે.