

નવી દિલ્હી: સામાન્ય રીતે ચૂંટણીઓમાં વીજળી, પાણી, સુરક્ષા અને આવાસ જેવી સામાન્ય માણસની પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓ પર ઉગ્ર લડાઈ થાય છે. રાજકીય પક્ષો આ મુદ્દાઓને ઉકેલવા માટે મોટા દાવા કરે છે અને ઢંઢેરો બહાર પાડે છે. પરંતુ, આ વખતે કેરળમાં લોકસભાની ચૂંટણી થોડી અલગ થવાની છે. અહીંની બે લોકસભા બેઠકોમાં મુખ્ય મુદ્દો સામાન્ય માણસની સુવિધાઓ અને સુરક્ષાને બદલે જંગલી પ્રાણીઓનો રહેશે. ખાસ વાત એ છે કે, આમાંથી એક લોકસભા સીટ પર કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પણ ચૂંટણી લડશે.